રાત્રે ૧૦ વાગ્યા પછી જેટલું જાગો તેટલું શરીર માટે નુકસાન
પૂર્વજો સૂર્યાસ્ત
પછી ડિનર લઈને ૧૦ વાગ્યા સુધીમાં ઊંઘી જતા હતા. એનું વૈજ્ઞાનિક કારણ હવે સમજાયું
છે. રાત્રે ૧૦ વાગતાં આપણા લોહીમાં મેલેટોનિન હોર્મોન રિલીઝ થાય છે. તે શરીરમાં
રખડતા ઝેરી કચરા (ફ્રી રેડિકલ્સ)નો નાશ કરવા લાગે છે. ફ્રી રેડિકલ્સ કોષને અને DNAને તોડે છે. મેલેટોનિન શરીરની આંતરિક સિસ્ટમ મગજ
અને શરીરના જૂના ઘસાયેલા કોષનો નિકાલ કરી તાજા કોષ ગોઠવવાનું ચાલુ કરે છે. આ કામ
સરસ રીતે થઈ શકે એ માટે ૧૦ વાગ્યા પછી શરીરની બીજી પ્રવૃત્તિઓ બંધ થઈ જવી જોઈએ.
જેથી શરીરની બધી ઊર્જા એક જ કામમાં વપરાઈ શકે. તો તન-મનના રિપેરિંગતંત્રને એનું
કામ કરવાનો મોકળાશ રહે છે. રાતના ૧૦થી ૫ વાગ્યા દરમિયાન ઊંઘીને જાગો તો મનમાં
અનોખો તરવરાટ હોય છે, શરીરમાં સ્ફૂર્તિનાં
હોય છે. ૧૦ વાગ્યા પછી જેટલા મોડા ઊંધો એટલું સમારકામ ઓછું થાય છે. શરીર-મગજનો ધસારો વધતો
જે છે.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें